· રાવળિયાવદરની સરકારી માધ્યમિક
શાળામાં ૨૬ મી જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ શાળાના પ્રાંગણમાં ૭૦ મા
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ પ્રસંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું
ભવ્ય નું આયોજન કરવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમ શાળાના
આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના
શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન
દ્વારા સફળ થયેલ.
· પ્રાથમિક શાળા અને માધ્યમિક
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામની શેરીઓમાં સવારે ૭:૩૦ વાગ્યે ડ્રમના નાદ અને
નારાઓના ઉચ્ચારણ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવેલ.
· ૭૦ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે
શાળામાં ‘દીકરીને નામ, દેશને
સલામ’ કાર્યક્રમ અંતર્ગત રાવળિયાવદર ગામની સૌથી વધારે ભણેલ દીકરી
રાઠોડ નયનાબેન લક્ષ્મણભાઈ ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
· ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના સી.આર.સી.
કૉ-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ રાઠોડ, ગામના આગેવાનશ્રી
જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ
કુનતિયા અને અન્ય આગેવાનો તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં
હાજરી હતી.
· ધ્વજવંદન કાર્યક્રમ બાદ
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વિશેના વક્તવ્યો, નાટકો, નૃત્ય નાટિકાઓ અને સમુહ નૃત્યો રજૂ કરવામાં આવેલ.
· પ્રાથમિક શાળામાં ધોરણ-૭માં અભ્યાસ
કરતાં દેત્રોજા વિશાલ રમેશભાઈ દ્વારા ‘સ્વચ્છ
ભારત’ પર વક્તવ્ય અને ધોરણ-૯માં
અભ્યાસ કરતી દેથળિયા નિકિતાબેન વિનોદભાઈ દ્વારા “ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર’ પર
વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.
· પ્રાથમિક શાળાની ધોરણ-૮ની
દીકરીઓ દ્વારા ‘ગુજરાતનો ક્રેઝ’ પર અને ‘કોની પડે એન્ટ્રી’ પર ગ્રૂપ ડાન્સ રજૂ કરવામાં
આવેલ.
· માધ્યમિક શાળાની ધોરણ-૯ની
દિકરીઓ દ્વારા ‘મોજમાં’ ગીત પર અને ‘ઢોલીડા’ ગીત
પર પોતાનો ગ્રૂપ ડાન્સ રજૂ કરેલ.
· ધોરણ-૯ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સૂરો રેલાવતું જોરદાર કરૂણ નૃત્યનાટિકા રજૂ
કરેલ.
· ધોરણ-૮ના વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા’
વિશેનું અને ‘વ્યસનમુક્તિ’ વિશેનું નાટક રજૂ કરેલ.
· કાર્યક્રમના અંતે દીકરીનું
મહત્વ સમજાવતું ‘લાડકી’ ગીત ધોરણ-૯ની
વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ અને સમગ્ર વાતાવરણ કરૂણમય બનાવેલ.
· રાવળિયાવદરની માધ્યમિક શાળાની ધોરણ-૧૦ની
રાઠોડ જયોતિબેન મુકેશભાઈને શાળા પરિવાર વતી ‘શ્રેષ્ઠ
વિદ્યાર્થી સન્માન’ આપવામાં આવેલ.
· માધ્યમિક શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ
વી. કુરિયા અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ આલ. દ્વારા
પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમનું સંચાલન
શાળાના અંગ્રેજી શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયા દ્વારા કરવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને
દેશપ્રેમની ભાવનાના ગૌરવની અભિવ્યક્તિ દ્વારા પૂર્ણ થયેલ.