ગત 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિના ભાગરૂપે રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં આચાર્યશ્રી કુરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાના સંચાલન દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વામિ વિવેકાનંદના જીવન-ચરિત્ર પર આધારિત પુસ્તક-પ્રદર્શન, વક્તૃત્વ સ્પર્ધા અને ડીઝિટલ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ. બારોટ રાહુલે વક્તૃત્વ સ્પર્ધામાં અને દેથળિયા ઋત્વિક તથા અઘારા હરદેવે ડીઝિટલ ક્વિઝમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ.