સુરેન્દ્રનગર પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ બચત યોજનાઓ અંગેના સેમિનારનું આયોજન


ધ્રાંગધ્રા તાલુકાની સરકારી માધ્યમિક શાળા – રાવળિયાવદર ખાતે સુરેન્દ્રનગર પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ બચત યોજનાઓ અંગેનો સેમીનાર યોજાયો હતો. કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પોસ્ટ ઓફિસમાંથી આવેલા પોસ્ટ ઇસ્પેક્ટર કે. એલ.પરમારે સુકન્યા સમૃદ્ધિ યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અને અટલ પેન્શન યોજના અને બચત ખાતાને લગતી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. શાળામાં પોસ્ટના અન્ય અધિકારીઓ ફારૂકભાઈ (M/O), પી..ટી.કણઝરિયા (BPM-રાવળિયાવદર) અને ગામના પોસ્ટમેન દેવજીભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી વી.વી.કુરિયા સાહેબે બચતના ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સીનીયર શિક્ષક જે.એન.પઢારીયાએ કર્યું હતું.






 



Previous Post Next Post