ઈનોવેશનનું નામ: સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ થકિ અનિયમિતતામાંથી નિયમિતતામાં પરિવર્તન અને શાળાના ડીઝિટલ માધ્યમથી નવીન પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર
શિક્ષકનું નામ : જયેશકુમાર નાથાલાલ પઢારીયા
મોબાઈલ નંબર : 99784 34360
E-mail : jnpadhariya@gmail.com
હેતુઓ : 1. શાળાના વિદ્યાર્થીઓમાં 100% નિયમિતતા આવે.
2. વિવિધ પ્રકારની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ થકિ શાળાના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ખીલે.
3. વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળા વચ્ચે સાયુજ્ય સ્થપાય.
4. બાળકોમાં મૂલ્ય શિક્ષણ અને સંસ્કારોનું સિંચન થાય.
5. એસ.એસ.સી. બૉર્ડના પરિણામમાં સુધારો આવે.
કાર્યપદ્ધતિ : શાળાના વિદ્યાર્થીઓની અનિયમિતતાને ધ્યાનમાં રાખીને મેં આ ઇનોવેશન હાથ ધરેલું છે. કોઈપણ સરકારી શાળાનો પ્રશ્ન પ્રથમતો બાળકને શાળા સુધી લાવવાનો હોય છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓના વાલીઓના સંપર્ક નંબર મેળવીને QR કોડ વાળા I-Cards દરેક વિદ્યાર્થીઓને આપીને દરરોજ શાળામાં તેના વડે હાજરી પૂરી તેનો તારીખ, સમય અને સ્થળ સાથેનો મેસેજ તેના વાલીને મળે છે જેથી વાલીને બાળક શાળાએ પહોંચ્યો છે તેની માહિતી મળે છે. વિદ્યાર્થી શાળાએ આવ્યા પછી તેને શાળા પ્રત્યે હકારાત્મકતા વિકસાવવા માટે શાળા દ્વારા 35 જેટલી સહ-અભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં આવે છે અને વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બધી જ પ્રવૃત્તિઓની શાળાના ડીઝિટલ માધ્યમ થકિ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, શિક્ષકો સુધી પહોંચાડવામાં આવે છે.
મૂલ્યાંકન અને પરિણામ : શાળાના વિદ્યાર્થીઓની નિયમિતતામાં પહેલા કરતા પરિવર્તન જોવા મળ્યું. વાલીઓ પણ વિદ્યાર્થીઓની હાજરી પ્રત્યે જાગૃત થયા છે. શાળાના બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની રસ-રૂચિ પ્રમાણે જુદી જુદી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દાખવે છે. શાળાના ડીઝિટલ માધ્યમ થકિ હજારો વિદ્યાર્થીઓ શાળાના ફેસબુક પેજ, બ્લોગ અને યુ-ટ્યુબ ચેનલને નિહાળે છે. જેથી શાળાની આ પ્રવૃત્તિઓ અને પરિણામને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર દ્વારા શાળાને જિલ્લાની પ્રથમ ક્રમાંકની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે.