- રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 24 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓના પરિણામ અને વાલીની જવાબદારી સંદર્ભે શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના ૭૦% જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપેલ.
- સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાના અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
- કાર્યક્રમના અધ્યક્ષશ્રી અરવિંદભાઈ એચ. દેસાઈ(આચાર્યશ્રી-સરકારી માધ્યમિક શાળા, નગરા), કેવડિયા તાલુકાની પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી મહેનન્દ્રભાઈ દેસાઈ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ શ્રી સુરેશભાઈ આલ અને શ્રી રામજીભાઈ પઢેરિયા, ગામના અગ્રણીશ્રી જીતેન્દ્રભાઈ જોષીના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
- શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ.
- ધોરણ ૧૦ ની બાળાઓએ ‘મનુષ્યતુ બડા મહાન હૈ’ ગાન મૌખિક અભિવ્યક્તિ સાથે રજૂ કરેલ.
- કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને અન્ય આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી વાલીઓના હસ્તે સ્વાગત કરવામાં આવેલ.
- સૌ-પ્રથમ શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે એક જાગૃત વાલી તરીકેની જવાબદારી, વિદ્યાર્થીઓના શિસ્ત અને નિયમિતતાની બાબતો, અઠવાડિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો દેખાવ વગેરે જેવા મુદ્દા વિશે ચર્ચા કરી વાલીઓને શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સહ-અભ્યાસિક યોગદાન વિશે વાકેફ કરવામાંઆવેલ.
- શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબ દ્વારા શાળા દ્વારા યોજવામાં આવતી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, લેશન-ડાયરી, નવી પરીક્ષા પદ્ધતિ માટે વાલીઓનું પોતાના બાળકો માટે યોગદાન જેવા મુદ્દા વિશે ચર્ચા કરી હતી.
- પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈએ પણ શિસ્ત અને નિયમિતતા વિશે તથા મહેન્દ્રભાઈ દેસાઈએ પોતાની આગવી શૈલીમાં વાલીઓની એક વાલી તરીકેની જવાબદારી વિશે સભાન કરાવ્યા હતા.
- કાર્યક્રમના અધ્યક્ષશ્રી એ.એચ.દેસાઈ દ્વારા વાલીઓને સ્પર્શે તેવાં ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી જેમાં વાલીઓની સભાનતા, વિદ્યાર્થીઓના પરિણામો, શિસ્ત, નિયમિતતા, શાળા દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ વગેરે વિશે ચર્ચા કરી હતી.
- વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યે સભાનતા કેળવાય અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી કાર્યક્રમના મહેમાનો અને વાલીઓના હસ્તે શાળા દ્વારા જુલાઈ અને ઓગસ્ટ માસમાં લેવાયેલ અઠવાડિક પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવેલ.
- શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી અંકિતભાઈ પંચોલી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.
- કાર્યક્રમના અંતે સૌ વાલીઓ અને મહેમાનો અલ્પાહાર કરી છુટાં પડેલ.
- સમગ્ર કાર્યક્રમ વાલીઓની મોટી હાજરી અને મહેમાનોની ઉત્સુકતાને કારણે સંપુર્ણ સફળ થયેલ