• રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી


·       રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત શાળામાં તારીખ:- ૨૭-૦૯-૨૦૧૮ થી ૦૨-૧૦-૨૦૧૮ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ..
·       શાળામાં તા:- ૨૭-૦૯-૨૦૧૮ના રોજ મહાત્મા ગાંધીના વિચારો આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
·       તારીખ:- ૨૮-૦૯-૨૦૧૮ના રોજ શાળામાં ગાંધીજીના સ્વપ્નનું ભારત વિષય પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પણ ધોરણ ૯ અને ૧૦ના કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોત-પોતાના વિચારો પોતાના નિબંધમાં વ્યક્ત કરેલ.
·       તારીખ:- ૦૨-૧૦-૨૦૧૮ને મંગળવારના રોજ શાળામાં ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં નીચે મુજબના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ :

ü શાળામાં સવારે ૦૭:૦૦ વાગ્યે સમગ્ર રાવળિયાવદર ગામની ગલીઓમાં ગાંધીજીને પ્રિય એવું નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવજનના ગાન અને ગાંધીજીના વિચારોના પોસ્ટરની રજુઆતો દ્વારા પ્રભાતફેરી રાખવામાં આવેલ અને ગામની શેરીઓ ગાંધીમય બની ગયેલ.
ü પ્રભાતફેરી પછી શાળાના પ્રાર્થનાખંડમાં ગાંધી જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌ-પ્રથમ સર્વધર્મ પ્રાર્થના- “ઓમ તત્ સત્ શ્રીનું સમૂહ ગાન કરવામાં આવેલ.
ü સર્વધર્મ પ્રાર્થના પછી વૈષ્ણવજનભજનનું  સમૂહમાં ગાન કરવામાં આવેલ.
ü ગાંધીજીના વિચારો પ્રેરિત પ્રેરક પ્રસંગોનું વાચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ જેમાં સત્ય અને અહિંસા’, સ્વચ્છતા એ જ પ્રભુતા’, ઉદારતા જેવા  વિષયો હતા.
ü પ્રેરક પ્રસંગોના વાચન બાદ ધોરણ ૯ અને ૧૦ના કુલ ૦૭ વિદ્યાર્થીઓએ ગાંધીજીના સ્વપ્નનું ભારત વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં પોત-પોતાના વિચારો રજુ કરેલ.
ü કાર્યક્રમના અંતે ગાંધીજીના જીવન-દર્શન આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની રાઠોડ જ્યોતિ મુકેશભાઈએ પ્રથમ ક્રમાંક મેળવેલ.
ü કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીઓના આભાર-દર્શન દ્વારા ગાંધીજીના વિચારોને જીવનમાં આચરણ દ્વારા સફળ કેવી રીતે થઈ શકાય તેની માહિતી આપેલ.
ü સમગ્ર કાર્યક્રમ શ્રી જયેશભાઈ પઢારીયાના સંચાલન અને શ્રી અંકિતભાઈ પંચોલીના સહકાર થકી સફળ થયેલ.
* * * * *




















Previous Post Next Post