રાષ્ટ્રીય મતદાતા દિવસ 2019 અંતર્ગત શાળામાં મતદાન જાગૃતિ ઝુંબેશ રેલીનું આયોજન તારીખ 23-01-2019ને બુધવારના રોજ કરવામાં આવેલ જેમાં શાળાના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ મતદાન વિશેના વિવિધ નારાઓના ઉચ્ચારણ અને મતદાન વિશેના વિવિધ સૂત્રોના બેનરો વડે ગામલોકોમાં મતદાન વિશેની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના માર્ગદર્શન મજબ શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારિયા અને અંકિતભાઈ પંચોલીના આયોજન દ્વારા સફળ થયેલ.