રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયાના અથાગ પ્રયત્નો થકિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવેલ ‘કરૂણા અભિયાન’ અંતર્ગત એક સંદેશ આપતો વિડિયો તૈયાર કરવામાં આવેલ છે.
આ વિડિયો બનાવવા પાછળનો હેતુ ફક્ત આપણી આસપાસની જીવસૃષ્ટિ માટે આપણી પતંગ ઉડાડવાની મજા એ સજા ન બને તે છે અને તે માટે આપણે કઈ તકેદારી રાખવી જોઈએ તે બાબત વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે અને આપણે પણ પતંગ મહોત્સવને માણવા માટે કયા સાવચેતીના પગલા લેવા તે પણ આ વિડિયોમાં દર્શાવવામાં આવેલું છે. આકાશમાં વિહાર કરતા અનેક પક્ષીઓને આપણી એક દિવસની મજા મૃત્યુ સુધી દોરી જાય છે તો તેમની પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી ફરજ છે તેને નિભાવીએ.
આ વિડિયો શાળાની Official Youtube Channel – RMSA Ravaliyavadar પર અપલોડ કરવામાં આવેલ છે.