રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

· રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં તા.૧૬-૦૭-૨૦૧૯ ને મંગળવારના રોજ ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
· કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષકો દ્વારા દિપ-પ્રાગ્ટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને તિલક-ચંદન અને પુષ્પ્ગુચ્છ અર્પણ કરી પોતાના વિદ્યા ગુરૂઓના આશિર્વાદ મેળવેલ.
·  ધોરણ-૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓ : દેથળિયા દિપિકા, ઝખવાડિયા હિના, ગોહિલ રાધા અને ટમાલિયા આરતી દ્વારા ગુરૂ મહિમા વ્યક્ત કરતું ગીત પોતાના સુમધુર કંઠે રજુ કરવામાં આવેલ.
· ગુરૂ પૂર્ણિમાના પાવનપર્વે શાળામાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
· વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની વાક્-છટા દ્વારા ગુરૂમહિમા વિશે પોતાના વિચારો રજુ કરેલ અને નિબંધ લેખન સ્પર્ધામાં ૧૭ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
· વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ-૧૦ ની વિદ્યાર્થીની બારોટ ભૂમિકાએ પ્રથમ ક્રમાંક,  ધોરણ-૯ ની વિદ્યાર્થીની ગોહિલ રાધાએ દ્વિતીય ક્રમાંક અને ટમાલિયા આરતી તથા જોષી પ્રિયંકાએ તૃતીય ક્રમાંક મેળવેલ.
· કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજુ કરેલ અને વિદ્યાર્થીઓને સફળ થવાના આશિષ આપેલ.
·  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવેલ.

· કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ.







Previous Post Next Post