· રાવળિયાવદરની સરકારી
માધ્યમિક શાળામાં તારીખ:-12-10-2019 ને શનિવારના રોજ
વિદ્યાર્થીઓ પ્રત્યે વાલીની જાગૃતિ વધે તે માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવેલ.
· શાળાના ધોરણ-9 અને ધોરણ-10ના વિદ્યાર્થીઓના કુલ
65 જેટલા વાલીઓએ (70%) હાજરી આપેલ હતી.
· વાલી સંમેલનનો એજન્ડા
વિદ્યાર્થીઓની અઠવાડિક પરીક્ષાઓની ચર્ચા, વિદ્યાર્થીઓની હાજરી અને ગૃહકાર્ય, વ્હાલી દીકરી અને ભણેલી દીકરી સન્માન તથા અઠવાડિક
પરીક્ષાઓના તેજસ્વી સિતારાઓનું સન્માનનો
કાર્યક્રમ હતો.
·
આ કાર્યક્રમમાં નીચે
મુજબના અતિથિઓએ હાજરી આપેલ હતી :-
o
શ્રી એ.એચ.દેસાઈ સાહેબ (આચાર્યશ્રી- સ.મા.શાળા – નગરા)
o
શ્રી એસ.બી.બરીપા સાહેબ(આચાર્યશ્રી – સ.મા.શાળા- વેળાવદર)
o
શ્રી સુરેશભાઈ રાઠોડ (સી.આર.સી. – મોટા અંકેવાળિયા
ક્લસ્ટર)
o
શ્રી જીતેન્દ્રભાઈ
જોષી(સભ્યશ્રી – રાવળિયાવદર ગ્રામ પંચાયત)
· કાર્યક્રમ શરૂ થયા
પહેલા શાળામાં પધારેલ સર્વે વાલીઓનું રજીસ્ટ્રેશન કાર્ય કરવામાં આવેલ જેમાં ધોરણ-10ની વિદ્યાર્થીનીઓ બારોટ ભૂમિકા અને દેથળિયા નિકિતાએ
કામગીરી કરેલ.
· કાર્યક્રમની શરૂઆત
અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવેલ.
· કાર્યક્રમમાં પધારેલ
સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબ દ્વારા
કરવામાં આવેલ અને ત્યારબાદ વિદ્યાર્થીઓના હસ્તે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ
કરવામાં આવેલ.
· ધોરણ-9 ની દીકરીઓ ગોહિલ રાધા, રાઠોડ દિપિકા, ટમાલિયા આરતી, રાઠોડ નયના અને અઘારા પૂજા દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ.
· શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ
એન. પઢારિયા દ્વારા શાળા દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગો અને
પ્રવૃત્તિઓનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ.
· શાળા દ્વારા લેવામાં
આવતી અઠવાડિક પરીક્ષાઓ (જૂલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર)માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ
વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી મહેમાનો અને વાલીઓના હસ્તે સન્માનિત
કરવામાં આવેલ.
· શાળા દ્વારા
સરકારશ્રીની યોજના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના સૂત્રને સાર્થક
કરવાના ‘વ્હાલી દીકરી સન્માન’ ના શીર્ષક સાથે
હેતુથી જુન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સમગ્ર
રાવળિયાવદર ગામમાં જેના ઘરે દીકરીનો જન્મ થયેલો હોય તેના વાલીઓનું સન્માન
પ્રમાણપત્ર આપી કરવામાં આવેલ.
· દીકરીઓના શિક્ષણ
પ્રત્યે વાલીઓ અને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુથી ‘ભણેલી
દીકરી સન્માન’ ના શીર્ષક સાથે
રાવળિયાવદર ગામની કોલેજ-સ્નાતક કક્ષાનું શિક્ષણ જેણે મેળવેલ હોય
તેઓનું સન્માન પણ પ્રમાણપત્ર એનાયત કરીને કરવામાં આવેલ.
· સરકારી માધ્યમિક શાળા
– વેળાવદરના ઈન.આચાર્યશ્રી બરીપા સાહેબે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને
સિદ્ધિઓ માટે વાલીઓની જવાબદારી પર ભાર મૂકીને હળવી શૈલીમાં પોતાનું વક્તવ્ય રજુ
કરેલ.
· રાવળિયાવદર ગામના
આગેવાનશ્રી જીતેન્દ્રભાઈ જોષીએ પણ
વાલીઓનેવિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે જાગૃત થવા અંગે પોતાના વક્તવ્યમાં ભાર મૂક્યો
હતો.
· સી.આર.સી.શ્રી સુરેશભાઈ રાઠોડે પોતાના વક્તવ્યમાં શાળાની વિશેષતાઓ અને કામગીરીની પ્રસંશા
કરી વાલીઓને સેલ્ફ-ફાયનાન્સ શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓ
પ્રત્યે હકારાત્મક વલણ દાખવવા અને પોતાના બાળકોને શાળામાં નિયમિત મોકલવા તથા
દીકરીઓને ઉચ્ચ અભ્યાસમાં મોકલવા પર ભાર મૂકીને સરળ ઉદાહરણો દ્વારા સમજુતી આપી હતી.
· કાર્યક્રમના
અધ્યક્ષશ્રી અરવિંદભાઈ દેસાઈ સાહેબે શાળા દ્વારા
કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓથી વાલીઓને વાકેફ કરાવ્યા હતા અને વિદ્યાર્થીઓના
શિક્ષણમાં વાલીઓની સજાગતા અને જાગૃતિ વિશે પણ સમજુતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય
વિશે પણ માહિતી આપી હતી.
· કાર્યક્રમના અંતે
શાળાના વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.
·
સમગ્ર કાર્યક્રમનું
સંચાલન શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારિયા દ્વારા કરવામાં આવેલ.