રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં બૉર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા માટેનો એક નવતર પ્રયોગ

ધ્રાંગધ્રા તાલુકાની સરકારી માધ્યમિક શાળા - રાવળિયાવદરમાં વિદ્યાર્થીઓનો બૉર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા અને ગંભીરતાને ધ્યાને લઈ શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારિયા દ્વારા એક અનોખો નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. આગામી 14 ઑક્ટોબરથી શરૂ થનારી પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે QR Code વાળી હોલ ટીકિટ વિદ્યાર્થીઓના ફૉટા સાથે તૈયાર કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું. જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાની હૉલ ટીકિટ વિશેની ગંભીરતાથી વાકેફ થશે.
વિદ્યાર્થીનો પરીક્ષાનો બેઠક નંબર પણ અનોખી રીતે આપવામાં આવેલ છે : FTO19901
FT = First Test
O = October
19 = 2019
9 = Std.9
01 = વિદ્યાર્થી ક્રમાંક


Previous Post Next Post