ધ્રાંગધ્રા તાલુકાની સરકારી માધ્યમિક શાળા - રાવળિયાવદરમાં 'મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સમગ્ર ગામમાં 'સ્વચ્છતા રેલી' નું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના વિવિધ સૂત્રોના ઉચ્ચારણ દ્વારા સ્વચ્છતા વિશેની અને પ્લાસ્ટિક મુક્ત ભારત વિશેની જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવેલ. શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા વિશેના પેમ્ફલેટનું વિતરણ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર રાવળિયાવદર ગામમાં કરવામાં આવેલ.
રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 'મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત 'સ્વચ્છતા રેલી' નું આયોજન
RSMS