શ્રી સરકારી માધ્યમિક શાળા – રાવળિયાવદર (તા.ધ્રાંગધ્રા) ખાતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો



  • કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઇ જોષી, SMDC અધ્યક્ષ શ્રી મનસુખભાઈ કુનતિયા, પ્રા. શાળાના આચાર્યશ્રી રામજીભાઈ પઢેરિયા અને અન્ય આગેવાનોના હસ્તે કરાયું હતું.
  • શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા સાહેબે સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
  • શાળાના અંગ્રેજી શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
  • શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી અંકિતભાઈ આર. પંચોલી દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.
  • શાળાના ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓ વતી રાઠોડ ભાવેશ અને રાઠોડ કોમલબેને ધો.૧૦ ના વિદ્યાર્થીઓને આગામી બૉર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સંદેશ પાઠવેલો.
  • શાળાના ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ વતી બારોટ રાજલ અને દેત્રોજા અંકિતે શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા.
  • વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ખીલવવા માટે વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્તકરેલ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
  • કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ શાળાનું, ગામનું અને માતા-પિતાનું નામ રોશન કરે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છાઓ આપી હતી.































Previous Post Next Post