રાવળીયાવર સરકારી માધ્યમિક શાળામાં બોર્ડની પરીક્ષા પદ્ધતિથી પ્રથમ પરીક્ષાની તૈયારી...

#FirstExamination2025
આગામી 03 ઓકટોબર, 2025 (શુક્રવાર)થી ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે શાળા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાનો મહાવરો અને અનુભવ મળી રહે તે માટે બોર્ડ પદ્ધતિથી જ શાળામાં તમામ પરીક્ષાઓ લેવામાં આવે છે. આ વર્ષે પણ ધોરણ 9 થી જ તમામ વિદ્યાર્થીઓને ફોટાવાળી હોલટિકિટ, વર્ગખંડમાં યુનિક બેઠક નંબર (જેમકે, FTO2450901જેમાં F-First, T-Test, O-October, 25-2025, 09-ધોરણ, 01- રોલ નંબર), 01 પત્રકનો ઉપયોગ, અગાઉથી જ પ્રિન્ટ કરેલ જવાબવહી જેમાં વિદ્યાર્થીઓએ ફક્ત સહી જ કરવાની રહે, સી.સી.ટી.વી. આધારિત સર્વેલન્સ વગેરે નૂતન પ્રયોગો થકી સંપૂર્ણ તૈયારી સાથે શાળા પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. આ માટે શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ શાળાની પરીક્ષા સમિતિના સંયોજક શ્રી જયેશભાઈ પઢારિયાના આયોજન હેઠળ શાળાના શિક્ષકો અંકિતભાઈ પંચોલી, જીગ્નેશાબેન ડાભી, દિપ્તીબેન ગોહિલ, ગૌતમભાઇ રાઠોડ, ગાયત્રીબા જાડેજા, સ્નેહલભાઈ ગોહિલ તથા રાહુલભાઇ અને અંકિતભાઈ તથા ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓ વગેરેએ જહેમત ઉઠાવી છે.
Previous Post Next Post