🔰 રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળા ખાતે શનિવારે “નવરાત્રી મહોત્સવ 2025”નું ભવ્ય અને રંગીન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૩માં યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને 'માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે અપાયેલા સન્માનની ઉજવણી કરવાનો અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને જીવંત રાખવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબાને 'જીવન, એકતા અને આપણી સંસ્કૃતિની ઉજવણી' ગણાવી હતી, જેને ધ્યાનમાં રાખીને શાળાએ આ મહોત્સવનું આયોજન કર્યું હતું.
🟠 ઉત્સાહભર્યો માહોલ અને ગરબાની રમઝટ 🟢
🔰 આ મહોત્સવનું આયોજન શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના માર્ગદર્શન હેઠળ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિના કન્વીનરશ્રી જયેશભાઈ પઢારિયાના સંપૂર્ણ આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસર રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયા-ધોતીથી સજ્જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી ઝગમગી ઉઠ્યું હતું. ગરબાના સંગીતના તાલ પર સૌ કોઈ મન મૂકીને ઝૂમ્યા હતા, અને આયોજકોએ બેસ્ટ ગરબા અને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજીને કાર્યક્રમમાં વધુ રોમાંચ ઉમેર્યો હતો.
🟡 વિજેતાઓને સન્માન 🟢
🔰 આ કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવવા માટે બેસ્ટ ગરબા (મેલ/ફિમેલ) અને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને રાવળીયાવદર ગામના સરપંચશ્રી રતનભાઈ સારલાના હસ્તે પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
🔰 બેસ્ટ ગરબા (માધ્યમિક વિભાગ):
🥇પ્રથમ ક્રમાંક: સારલા ધારા રતિલાલ
🥈દ્વિતીય ક્રમાંક: પઢેરીયા ગોપી રઘુભાઈ
🥉તૃતીય ક્રમાંક: બારોટ ધ્રુવિકાબેન વિનોદભાઈ
🔰 બેસ્ટ ગરબા (ઉચ્ચતર માધ્યમિક વિભાગ):
🥇પ્રથમ ક્રમાંક: કલોત્રા આયુષ
🥈દ્વિતીય ક્રમાંક: આકરિયા કાજલ ચમનભાઇ
🥉તૃતીય ક્રમાંક: દેથળીયા હેપીબેન પ્રવીણભાઈ
🔰 બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ:
🥇પ્રથમ ક્રમાંક: કલોતરા રમેશ ફુલાભાઈ
🥈દ્વિતીય ક્રમાંક: લામકા અર્જુન સતાભાઇ
🥉તૃતીય ક્રમાંક: ઘેલડિયા સંજના રાજેશભાઈ અને ઘાંચી આસ્મિન રહીમભાઈ (સંયુક્ત રીતે)
♦️આયોજન સમિતિનો સહયોગ ♦️
🔰 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અંકિતભાઈ પંચોલી, જીજ્ઞેશાબેન ડાભી, ગાયત્રીબા જાડેજા, ગૌતમભાઇ રાઠોડ, મંજુબેન બાટિયા, દિપ્તીબેન ગોહિલ, મુકેશભાઈ પરમાર, સ્નેહલભાઈ ગોહિલ, રાહુલભાઈ કણઝરીયા, અંકિતભાઈ દેત્રોજા અને જીજ્ઞેશભાઈ ઝખવાડિયાએ અથાક પ્રયાસો કર્યા હતા. ખાસ કરીને, રાહુલ કણઝરીયા અને અંકિત દેત્રોજાએ સાઉન્ડ સિસ્ટમની સંપૂર્ણ જવાબદારી સંભાળીને કાર્યક્રમમાં સંગીત અને ઊર્જાનો અખંડ પ્રવાહ જાળવી રાખ્યો હતો.
🔰 આ નવરાત્રી મહોત્સવે માત્ર સાંસ્કૃતિક ઉજવણી જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના બંધનને પણ મજબૂત બનાવ્યું હતું. આ ભવ્ય આયોજનથી શાળાના વિદ્યાર્થીઓમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ દૃઢ થઈ હતી.
🔰 કાર્યક્રમના અંતે ધોરણ 10ની વિદ્યાર્થિની કુનતીયા માનસીબેનના વાલીશ્રી અને શાળાની એસ.એમ.ડી.સી. કમિટીના PTA સભ્યશ્રી મનસુખભાઈ તથા પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જલેબી-ફાફડાનો અલ્પાહાર કરાવવામાં આવેલ.