રાવળિયાવદરની સરકારી માધ્યમિક ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી

· રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થી માટેનો શુભેચ્છા સમારોહ અને સમગ્ર વર્ષ દરમિયાન થયેલી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ તા.: ૦૧ માર્ચ,૨૦૧૯ ને શુક્રવારના રોજ યોજવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
· કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અને પધારેલ અતિથિઓને ચંદન-તિલક કરવામાં આવેલ.
· કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ-પ્રાગટ્યથી થઈ હતી. પધારેલ અતિથિગણોના વરદ હસ્તે સમગ્ર વાતવરણમાં જ્ઞાનનો પ્રકાશરૂપી અજવાળું પથરાય એ હેતુથી દીપ-પ્રાગટ્ય કરવામાં આવેલ.
·       શાળામાં આ કાર્યક્રમના દિવસે
શ્રી એ.એચ.દેસાઈ સાહેબ (.આચાર્ય-.મા.શાળા, નગરા),
શ્રી એમ.એચ.પટેલ(નિવૃત્ત અંગ્રેજી શિક્ષક-લોકવિદ્યાલય,સુરેન્દ્રનગર),
શ્રી એસ.બી.બરીપા(ઈન.આચાર્ય-.મા.શાળા,લીયા),
શ્રી એ.એસ.ગોહિલ સાહેબ(સિનિયર સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર -આઈ.ટી.આઈ., ધ્રાંગધ્રા)
શ્રી એમ.એચ.ઈટારીયા (સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર -આઈ.ટી.આઈ., ધ્રાંગધ્રા)
શ્રી એસ.કે.જીત્યા (સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર -આઈ.ટી.આઈ., ધ્રાંગધ્રા)
શ્રી રાજેન્દ્રકુમાર પંચોલી (રીટાયર્ડ ફોરમેન આઈ.ટી.આઈ., ગાંધીનગર)
શ્રી કલ્પેશભાઈ પટેલ અને શ્રી ચમનભાઈ રૂપાલા સાહેબ(શિક્ષકશ્રી પ્રાથમિક શાળા, રાવળિયાવદર)
શ્રી જીતેન્દ્રભાઈ જોષી(સરપંચશ્રી-રાવળિયાવદર ગ્રામ પંચાયત)
અને વાલીગણ હાજર રહેલ.
· કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે પધારેલ અતિથિઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપેલ.
·       શાબ્દિક સ્વાગત બાદ અતિથિઓનું ધોરણ ૧૦  ના વિદ્યાર્થીઓના હસ્તે પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
·     સ્વાગત વિધિ બાદ ધોરણ ૯ ના વિદ્યાર્થી  દેથળિયા ઋત્વિક અને બારોટ ભૂમિકા દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ.
· ધોરણ ૧૦ ના  વિદ્યાર્થી રાઠોડ ભાવેશ અને રાઠોડ જ્યોતિએ પોતે શાળામાં બે વર્ષ દરમિયાન મેળવેલ જ્ઞાન અને વિતાવેલ યાદોને પોતાની ભાષામાં તાજી કરેલ અને  આગામી ધોરણ ૧૦ ની બૉર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવવાની ખાતરી આપેલ.
·       ધોરણ ૯ ની દીકરીઓ દેથળિયા નિકિતા, દેથળિયા ઋત્વિક, ઝખવાડિયા હિના અને દેથળિયા પ્રિયંકા દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવેલ અને ગીતના શબ્દો હતા . . .”મુજ દ્વારેથી ઓ પંખીડા હસતાં મુખડે જાજો રે. ”
· શ્રી રાવળિયાવદર પ્રાથમિક શાળામાં મદદનિશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કલ્પેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં ધોરણ ૧૦ ની આગામી બૉર્ડની પરીક્ષાઓ માટે શુભેચ્છા આપી હતી.
· સરકારી માધ્યમિક શાળાના ઈન. આચાર્યશ્રી એસ.બી.બરીપા સાહેબે પોતાના વક્તવ્યમાં પોતાના રસ અને રૂચિ મુજબનો અભ્યાસક્રમ પસંદ કરવા અને ધોરણ ૧૦ ની બૉર્ડની પરીક્ષાએ કારકિર્દીનું પ્રથમ પગથિયું છે,પણ તે અંતિમ પરિણામ નથી તો નિરાશ ન થવું તેના પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલી.
·   લોક વિદ્યાલય સુરેન્દ્રનગરના નિવૃત્ત અંગ્રેજી શિક્ષક શ્રી એમ.એચ.પટેલ સાહેબે પોતાના અનુભવોના નિચોડ આધારિતવિદ્યાર્થીઓની પરીક્ષાને ક્રિકેટની રમત સાથે સરખાવીને ફોર અને સિક્સર મારીને પરીક્ષામાં નોટ-આઉટ થવાની શુભેચ્છા આપી હતી.
·       ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. – ધ્રાંગધ્રાના સિનિયર સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર શ્રી એ.એસ.ગોહિલ સાહેબે પોતાની સંસ્થામાં ચલાવવામાં આવતા જુદા જુદા અભ્યાસક્રમો, પ્રવેશ માટે જરૂરી પ્રમાણપત્રો અને કોઈ પણ સમયે મદદ કરવાની બાંહેધરીઆપીને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા આપી હતી.
· કાર્યક્રમના અધ્યક્ષશ્રી એ.એચ.દેસાઈ સાહેબ (ઈન.આચાર્ય સરકારી માધ્યમિક શાળા નગરા) એ વિદ્યાર્થીઓને શાળાની પ્રવૃત્તિઓથી વાકેફ કરી અને શિક્ષકોએ આપેલ જ્ઞાન અને શિક્ષણને વાગોળીને પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ મેળવી પોતાનું અને સમગ્ર શાળાનું નામ રોશન કરવા વિશે માહિતી આપી હતી.
· વર્ષ: ૨૦૧૮-૧૯ અંતર્ગત શાળા દ્વારા કરવામાં આવેલ જુદી જુદી ૩૭  સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ ધોરણ ૯ અને ૧૦ ના કુલ ૭૩ જેટલા વિદ્યાર્થીઓને પધારેલ અતિથિઓ અને વાલીગણના હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર વિતરણ કરવામાં આવેલ.
· કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે પોતાના વક્તવ્યમાં જુદા જુદા પ્રેરક પ્રસંગો અને ઉક્તિઓ દ્વારા વિદ્યાર્થિઓને શુભેચ્છા આપી કાર્યક્રમમાં હાજર રહેલ સર્વે અતિથિઓનો આભાર માનેલ.
· કાર્યક્રમના સમાપન બાદ શાળા દ્વારા અતિથિઓ અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ અને સર્વેએ અલ્પાહાર લઈ છુટાં પડેલ.
· સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓની ભાગીદારી અને શિક્ષકોના સંચાલન અને આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સપૂર્ણ સફળ થયેલ.
* * * * *





















Previous Post Next Post