શાળામાં વિદ્યાર્થીઓની અનિયમિતતા દુર કરવા માટે તેઓની હાજરીનો એક નવતર પ્રયોગ રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયા દ્વારા કરવામાં આવેલ છે. ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ SAM (Scan Attendance Manager) એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના QR Code વાળા ઓળખકાર્ડ બનાવી તે કાર્ડને સ્કેન કરીને શાળાના કુલ 132 માંથી હાજર વિદ્યાર્થીઓની હાજરી ફક્ત 5 મિનિટમાં પુરવામાં આવે છે અને હાજરીનો મેસેજ વાલીના મોબાઈલમાં તરત જ મળી જાય છે જેથી વિદ્યાર્થી શાળાએ કેટલા વાગ્યે પહોંચ્યો છે અથવા પહોંચી ગયો છે કે નહિ તેની પણ માહિતી વિદ્યાર્થીના વાલીને મળે છે. આ નવતર પ્રયોગથી શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે હાજર રહી શકશે.






