રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં દર માસ દરમિયાન અવનવી પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પોષે તેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગત અઠવાડિયાથી વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનને સમૃદ્ધ કરવાનો એક અનોખો નવતર પ્રયોગ શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં શાળાના બુલેટિન બૉર્ડ પર દરરોજ સામાન્ય જ્ઞાનનો એક પ્રશ્ન મૂકવામાં આવે છે પ્રશ્ન મૂકતાની સાથે જ વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી તેને વાંચીને તેની નીચે મુકેલા આન્સર બૉક્સમાં તેનો જવાબ તેઓનું નામ, ધોરણ અને રોલ નંબર એક કાપલીમાં લખીને નાખે છે. બીજા દીવસે આ બૉક્સ પ્રાર્થના સંમેલનમાં આચાર્યશ્રી દ્વારા ખોલવામાં આવે છે અને જેનો જવાબ સાચો નીકળે તેને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી સામાન્ય જ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રૂચિમાં વધારો થયો છે અને વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબો મેળવવા વર્તમાનપત્રો, પુસ્તકો અને ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ પણ કરે છે.
રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનને સમૃદ્ધ કરવાનો એક અનોખો નવતર પ્રયોગ
RSMS




