સમગ્ર શિક્ષા અભિયાન સુરેન્દ્રનગરના ગર્લ્સ એજ્યુકેશન વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને બાળ અધિકારો રજુ કરતો 'ઉજાશ ભણી' કાર્યક્રમ ધ્રાંગધ્રા તાલુકાની રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં યોજાયો હતો જેમાં અરવિંદભાઈ દેસાઈ(આચાર્યશ્રી નગરા હાઈસ્કુલ), શાંતિલાલ બરીપા(વેળાવદર હાઈસ્કુલ), સુરેશભાઈ રાઠોડ (સી.આર.સી.), મનિષાબેન અને ભાવનાબેન (કોંઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) જેવા વિવિધ મહાનુભાવોએ જુદા-જુદા વિષયો પર પોતાના વિચારો રજુ કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપેલ હતી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




