રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ‘વ્હાલી દીકરી’ અને ‘ભણેલી દીકરી’ સન્માન યોજાયું.


·      ગુજરાત સરકારશ્રીના મહિલાઓ અને દીકરીઓ માટે વિવિધ યોજનાઓ તથા દીકરી જન્મના પ્રસંગને વધાવવા માટેના અનેકવિધ પ્રયત્નો અને બેટી બચાવો, બેટી પઢાવો ના સુત્રને સાર્થક કરવાના હેતુથી ધ્રાંગધ્રા તાલુકાની સરકારી માધ્યમિક શાળા રાવળિયાવદરે એક અનોખો પ્રયોગ કરી સમગ્ર રાવળિયાવદર ગામમાં દીકરીના જન્મ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયોગ કરેલ છે.
·    તારીખ:- 12-10-2019 ના રોજ શાળામાં વ્હાલી દીકરી સન્માન ના શીર્ષક હેઠળ સમગ્ર રાવળિયાવદર ગામમાં ગત જુન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જન્મેલી કુલ 05 જેટલી દીકરીઓના વાલીઓનું સન્માન શાળા દ્વારા પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું જેઓની માહિતી નીચે મુજબ છે :
1. પ્રિન્સી સંજયભાઈ અઘારા (જન્મ તા.: ૦૪-૦૭-૨૦૧૯, માતાનું નામ:- મનિષાબેન)
2.   રોનક ગુલાબભાઈ ઘાંચી (જન્મ તા.: ૦૩-૦૬-૨૦૧૯,માતાનું નામ :- રોશનબેન)
3.   સુર્યના નાગરભાઈ દેત્રોજા (જન્મ તા.: ૧૮-૦૭-૨૦૧૯, માતાનું નામ :- મીનાબેન)
4.મિત્તલબેન સિદ્ધરાજભાઈ દેથળિયા (જન્મ તા.: ૨૫-૦૭-૨૦૧૯,માતાનું નામ :- ગીતાબેન)
5. પ્રિયાંશીબેન વાલજીભાઈ રાઠોડ (જન્મ તા.: 0-૦૮-૨૦૧૯,માતાનું નામ :- મીનાબેન)
·      વ્હાલી દીકરી સન્માન કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢરિયા દ્વારા ગામમાં જન્મેલી દીકરીઓની માહિતી (નામ, જન્મ તારીખ, માતા અને પિતાનું નામ) શાળાના વિદ્યાર્થીના માધ્યમથી એકત્રિત કરી પ્રમાણપત્ર બનાવવામાં આવેલ તથા ભણેલી દીકરી સન્માન કાર્યક્રમ અંતર્ગત રાવળિયાવદર ગામમાં કોલેજ-સ્નાતક કક્ષાનું શિક્ષણ જે દીકરીઓએ પૂર્ણ કરેલ હોય તેઓની માહિતી એકઠી કરીને તેઓનું સન્માન પણ શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ.
·    ભણેલી દીકરી સન્માન શીર્ષક હેઠળ સમગ્ર રાવળિયાવદર ગામમાં કોલેજ-સ્નાતક કક્ષાનું કે તેથીવધુ શિક્ષણ મેળવેલ હોય તેઓનું સન્માન પ્રમાણપત્ર આપી શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ જે અંતર્ગત કુલ 05 દીકરીઓનું સન્માન શાળા દ્વારા કરવામાં આવેલ જેઓની માહિતી નીચે મુજબ છે:-
1.   રાઠોડ ભગવતીબેન હિમ્મતલાલ(બેચલર ઓફ આર્ટસ પ્રથમ વર્ગ)
2.    રાઠોડ ઉમાબેન વાઘજીભાઈ (બેચલર ઓફ આર્ટસ પ્રથમ વર્ગ)
3.    રાઠોડ પાર્વતીબેન ખાનાભાઈ (બેચલર ઓફ આર્ટસ પ્રથમ વર્ગ)
4. ઉમરાણિયા પ્રિતીબેન રમેશભાઈ (બેચલર ઓફ કોમર્સ પ્રથમ વર્ગ)
5.     રાઠોડ નયનાબેન લક્ષ્મણભાઈ ((નર્સિંગ પ્રથમ વર્ગ)







Previous Post Next Post