ધ્રાંગધ્રા તાલુકાની રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ‘મલ્ટી અવેરનેસ પ્રોગ્રામ’ ની ભવ્ય ઉજવણી


ધ્રાંગધ્રા તાલુકાની રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં મલ્ટી અવેરનેસ પ્રોગ્રામ ની ભવ્ય ઉજવણી

                મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત ભારત સરકારના વર્તમાન અભિગમો તથા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને વ્યસનમુક્તિને થીમ બનાવી મલ્ટી અવેરનેસ પ્રોગ્રામ ની ગત ૧૧ ડિસેમ્બર, 2019 ના રોજ ગુજરાત રાજ્યમાં પ્રથમ વાર ત્રણ સરકારી શાળાનો સંયુક્ત કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા રાવળિયાવદરમાં સરકારી માધ્યમિક શાળા, નગરા અને વેળાવદરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એમ.બારડ સાહેબના અધ્યક્ષ સ્થાને અને સુરેન્દ્રનગર જિલ્લાના આચાર્ય ભરતી પસંદગી સમિતિના સભ્યશ્રી ડૉ. એમ.યુ.ટમાલિયા સાહેબ, વર્તમાન મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી આર.ડી.ઝાલા સાહેબ,પૂર્વ મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી જે.કે.વ્યાસ સાહેબ, તેમજ શેઠ શ્રી એન.ટી.એમ. હાઈસ્કુલના નિવૃત્ત શિક્ષક શ્રી એ.જી.રાણા સાહેબ અને  વારિસભાઈ ભટ્ટા સાહેબ જેવા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ત્રણેય સરકારી શાળાનોનાવિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, ડીઝિટલ ક્વિઝ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેનો સંદેશો સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ફેલાય તેવા હેતુથી આ કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલી દ્વારા સફળ સંચાલન આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવેલ.



















Previous Post Next Post