જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર અને સરકારી
શિક્ષક સંઘ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં શ્રી ડી.પી.દેસાઇ IAS માન. નિયામકશ્રી (કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર) અને શ્રી
એમ.પી.મહેતા નાયબ શિક્ષણ નિયામકશ્રી(મહેકમ) ના હસ્તે ધ્રાંગધ્રા તાલિકાની રાવળિયાવદરની સરકારી માધ્યમિક
શાળાને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ ક્રમાંકની શ્રેષ્ઠ શાળાનો ઓવૉર્ડ અને એક
લાખ રુપિયાનો પુરસ્કાર શાળાના આચાર્યશ્રી વી.વી.કુરિયા સાહેબ, શિક્ષકશ્રી જયેશભાઈ
પઢારીયા અને શ્રી અંકિતભાઈ પંચોલી સાહેબનું સન્માન કરીને એનાયત કરવામાં આવેલ છે. શાળાના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ગૌરવની લાગણી
ફેલાઈ હતી.



