રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી...

*अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।*
*तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥*

*ઉપરોક્ત સંસ્કૃત સુકિતને સાર્થક કરવાના હેતુથી રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં 10 જુલાઈ, 2025ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી શાળાના શિક્ષકોના હસ્તે દીપ-પ્રાગટય કરી ધોરણ 12ના વિદ્યાર્થીઓ (કણઝરીયા અંકિતા, ગઢવી વિધિ, રાઠોડ હિરલ, લુહાર જાનવી, રાઠવા સંદીપ અને રાઠોડ માવજી દ્વારા શાળાના તમામ ગુરૂજનોનું તિલક-ચંદન, પુષ્પ અર્પણ કરી ગુરુ પૂજન કરવામાં આવેલ. શાળા દ્વારા વિદ્યાર્થીઓની દૈનિક ગૃહકાર્ય, વિવિધ પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓ તથા પ્રગતિની નોંધ માટે તૈયાર કરવામાં આવેલ "ANNUAL SCHOOL PLANNER 2025"નું વિમોચન પણ શાળા પરિવાર દ્વારા આ પાવન અવસરે કરવામાં આવેલ. આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ કણઝરિયા અંકિતા, જોશી મીત, બારોટ નિશા, કલોતરા આયુષ, અબાસણીયા ધવલ, બારોટ ચેતન અને દેત્રોજા મોનિકાબેને ખૂબ જ અસરકારક વક્તવ્ય રજૂ કરેલ. શાળાના ગુજરાતી વિષયના શિક્ષકશ્રી ગૌતમભાઇ રાઠોડે પણ પોતાની આગવી શૈલીમાં ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સહ અભ્યાસિક પ્રવૃતિ કન્વીનર શ્રી જયેશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીએ "તસ્મૈ શ્રી ગુરુવે નમઃ" કહીને પોતાના વક્તવ્યમાં ગુરુ અને શિષ્યના પ્રેમને ઉજાગર કરતા દિવસ ગુરુ પૂર્ણિમા નિમિતે મહર્ષિ વેદવ્યાસજીના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરેલ અને શુભાશિષ આપેલ.*

Previous Post Next Post