રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળામાં, વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રાને વેગ આપવા માટે વાર્ષિક સ્કૂલ પ્લાનરનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્લાનર વિદ્યાર્થીઓને તેમના દૈનિક ગૃહકાર્યની નોંધણી કરવામાં અને તેમની શૈક્ષણિક પ્રગતિને વ્યવસ્થિત રીતે ટ્રેક કરવામાં અત્યંત મદદરૂપ થશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આયોજનબદ્ધતા અને જવાબદારીની ભાવના કેળવવાનો છે. પ્લાનરમાં ગૃહકાર્યની નોંધણી ઉપરાંત, વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ, પરીક્ષાના સમયપત્રક અને વ્યક્તિગત પ્રગતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય ડો. કલ્યાણજી ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક શ્રી જયેશભાઈ પઢારિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વાર્ષિક સ્કૂલ પ્લાનરના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ વધુ સંગઠિત બનશે અને તેમની શીખવાની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે તેવી અપેક્ષા છે. 10 જુલાઈ 2025 ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસર એ આ વાર્ષિક સ્કૂલ પ્લાનરનું શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિમોચન કરવામાં આવેલ.
રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વાર્ષિક સ્કૂલ પ્લાનરનું વિમોચન....
RSMS