રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં કૌશલ્યવર્ધક શિક્ષણને વેગ આપવા માટે તારીખ ૧૬/૦૧/૨૦૨૬ના રોજ ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા 'એપરલ મેડઅપ્સ એન્ડ હોમ ફર્નીસિંગ' વિષય અંતર્ગત 'સ્પેશિયલાઈઝડ સ્યુઈંગ મશીન ઓપરેટર લેવલ 4' (Specialized Sewing Machine Operator Level 4) માટે લેવામાં આવી હતી. આ સમગ્ર પરીક્ષાનું આયોજન શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવામાં અને વ્યવસ્થાપનમાં વોકેશનલ ટ્રેનર ગાયત્રીબા જાડેજાએ મહત્વનો સહયોગ પૂરો પાડ્યો હતો. પરીક્ષાના મૂલ્યાંકન માટે ખાસ NSDC, નવી દિલ્હી તથા અમૃત સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, નવી દિલ્હીના પ્રતિનિધિ શ્રી જગવીર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધોરણ-૧૨ના કુલ ૧૫ વિદ્યાર્થીઓની મૌખિક અને પ્રાયોગિક કસોટી લીધી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાના સીવણ અને મશીન ઓપરેટિંગ કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સાથે રોજગારલક્ષી કૌશલ્યો મળી રહે તે હેતુથી વોકેશનલ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-12 વોકેશનલ વિષયની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ...
RSMS