રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ગણેશ ઉત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ ...

​विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥

Ganeshotsav 2025 @RSMS
DAY-7
Shree Ganesh Visarjan @RSMS
અગલે બરસ જલદી આના...

​ગણેશ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં ચાલી રહેલા સાત દિવસીય ગણેશ મહોત્સવનું આજ રોજ 2 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સમાપન થયું. આજના અંતિમ દિવસે શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ કુરિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ગણેશ ઉત્સવને વધુ શોભાયમાન બનાવ્યો હતો. તેમની સાથે શાળાના કર્મચારીશ્રી રાહુલભાઈ કણઝરીયાના પિતાશ્રી ઈશ્વરભાઈ કણઝરીયા, શાળાની SMDC કમિટીના સભ્યશ્રી મનસુખભાઈ કુનતીયા, ઉપસરપંચ શ્રીમતી કૈલાશબેન કુનતીયા અને વાલીશ્રી સંદીપભાઈ જોશી પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ​આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે શ્રી ગણેશ ભગવાનની આરતી અને પૂજનવિધિ પણ કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો. આજના પવિત્ર દિવસે શ્રી ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જન પહેલા ગણેશજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ "ગણપતિ બાપ્પા મોરીયા, પુઢચ્યા વર્ષી લવકર યા" ના જયઘોષ સાથે વાતાવરણને ગુંજાવી દીધું હતું. ​ગણેશ ઉત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે કાર્યક્રમના યજમાન શ્રી જયેશભાઈ પઢારિયાને શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ પંચોલી દ્વારા સંકલ્પ લેવડાવીને શ્રી ગણેશજીની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો સૌએ લાભ લીધો હતો. શાળા પરિવાર અને મહેમાનોએ ગણેશજીને ભાવભીની વિદાય આપી અને આગામી વર્ષે ફરીથી પધારવા માટે પ્રાર્થના કરી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય કલ્યાણજી ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ અને શાળાના સહ અભ્યાસિક પ્રવૃત્તિ કોઓર્ડિનેટરશ્રી જયેશભાઈ પઢારિયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ આયોજન હેઠળ તથા શિક્ષકો મુકેશભાઈ પરમાર, ગૌતમભાઈ રાઠોડ, સ્નેહલભાઈ ગોહિલ, જીગ્નેશાબેન ડાભી, ગાયત્રીબા જાડેજા, દીપ્તિબેન ગોહિલ,    જીગ્નેશભાઈ જખવાડિયા તથા વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Previous Post Next Post