આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા માટે આજે દરેકે પોતાનું સ્વઘડતર કરવું અત્યંત આવશ્યક થઇ ગયું છે. એમ.બી.એ./એમ.સી.એ., લો જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા હોય કે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., બેંક, રેલવે જેવી સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષા હોય, તેના માટે વિદ્યાર્થીઓના ઘડતર માટે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મળી શકે તે બાબતને ધ્યાનમાં લઇ વિકાસ વર્તુળ દ્વારા ૧૯૭૭ની સાલથી સામાન્યજ્ઞાન - બુદ્ધિકસોટી પરીક્ષાનું આયોજન દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. સંસ્થાનો આ પરીક્ષા આયોજનનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રિયકક્ષાએ લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, CSAT (સિવિલ સર્વિસ એપ્ટીટ્યૂડ ટેસ્ટ), IBPS (ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંન્કિંગ પર્સોનલ સિલેકશન), NDA, CDS, GPSC, PSI UPSC NET, CAT, MAT, TAT,તલાટી મંત્રી, કોર્ટ કલાર્ક, રેલવે, એલ.આઇ.સી. જેવી પરીક્ષાઓનો વિદ્યાર્થીઓને પરીચય કરાવવાનો તથા તે દિશામાં વિદ્યાર્થીઓના એડવાન્સ ઘડતરનો છે. આ પરીક્ષા ધો.૫ થી કૉલેજકક્ષા સુધીના કોઇપણ વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકે છે. સંસ્થા દ્વારા આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાએ પ્રથમ ૧૦૦માં સ્થાન મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, મૌલિકતા, વિચારશક્તિ, અવલોકનશક્તિ, સમજશક્તિ, તર્કશક્તિનો વિકાસ થશે. શાળાઓ પણ આ પરીક્ષાની અગત્યતાને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીને આ પરીક્ષામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ વર્ષે પણ આ પરીક્ષાનું આયોજન રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના પરીક્ષા આયોજન સમિતિના સંયોજકશ્રી જયેશભાઈ પઢારિયાના સફળ આયોજન હેઠળ આ પરીક્ષાનું આયોજન 28 સપ્ટેમ્બર 2025 ના રોજ કરવામાં આવેલ જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને આ પરીક્ષાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી ગૌતમભાઈ રાઠોડ, દીપ્તિબેન ગોહેલ અને જીગ્નેશભાઈ ઝખવાડીયા એ સફળ પ્રયત્ન કર્યા હતા.
રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં સામાન્યજ્ઞાન - બુદ્ધિકસોટી યોજાઈ...
RSMS