તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાવળિયાવદર શાળાનો "કૃષિ રક્ષક" પ્રોજેક્ટ પ્રથમ!

​ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સુરેન્દ્રનગર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. ​તા. ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ, ધ્રાંગધ્રા દ્વારા શ્રી કે. એમ. એસ. હાઈસ્કુલ, માલવણ ખાતે આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ પઢેરિયા નવઘણ કનૈયાલાલ અને કોળી વિશ્વાસ વિક્રમભાઈ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટ "કૃષિ રક્ષક" ને વિભાગ-૧, ટકાઉ ખેતી વિભાગમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે.
​ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી અંકિતભાઈ પંચોલીના સચોટ માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેનું શ્રેષ્ઠ નિદર્શન કર્યું હતું. ​આ ગૌરવશાળી સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભી અને સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, હવે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ થનારા આ પ્રોજેક્ટ માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રોજેક્ટ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ શાળાનું ગૌરવ વધારે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Previous Post Next Post