🔰 સ્ટડી ટૂરનો હેતુ અને આયોજન
🟤 રાવળીયાવદર સરકારી માધ્યમિક શાળામાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત કાર્યરત ટ્રેડ એપરલ મેડઅપ્સ એન્ડ હોમ ફર્નિસિંગ અને IT ITESના વિદ્યાર્થીઓને વ્યવસાયિક ક્ષેત્રનું રૂબરૂ જ્ઞાન મળી રહે અને તેઓ કારકિર્દી માટે સજ્જ થાય તેવા ઉમદા હેતુથી એક દિવસીય સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટડી ટૂર શાળાના આચાર્યશ્રી ડૉ. કલ્યાણજી ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. શાળાના શિક્ષકો શ્રી જયેશભાઈ એન. પઢારિયા અને શ્રી અંકિતભાઈ આર. પંચોલીએ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. વોકેશનલ ટ્રેનર સુશ્રી ગાયત્રીબા એન. જાડેજા અને શ્રી સ્નેહલભાઈ જે. ગોહિલના સંપૂર્ણ સહયોગથી ધોરણ ૧૦ અને ૧૨ની કુલ ૪૭ જેટલી દીકરીઓ આ શૈક્ષણિક પ્રવાહમાં જોડાઈ હતી.
🔰 ITI ધ્રાંગધ્રા ખાતે ઉષ્માભર્યું સ્વાગત
🟤 સ્ટડી ટૂરની શરૂઆત ધ્રાંગધ્રા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે થઈ. ITI ધ્રાંગધ્રાના આચાર્યશ્રી આર. બી. પરમાર સાહેબ દ્વારા શાળાની તમામ વિદ્યાર્થિનીઓ અને સાથેના સ્ટાફનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ સંસ્થામાં ચાલતા તમામ ટ્રેડ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને ખાસ ભારપૂર્વક સમજાવ્યું હતું કે કોર્ષ પૂર્ણ કર્યા બાદ દીકરીઓ કેવી રીતે પગભર થઈ શકે અને બજારમાં ઉપલબ્ધ રોજગારીની તકો કયા પ્રકારની છે. તેમની આ સચોટ માહિતીએ વિદ્યાર્થીનીઓને કારકિર્દી ઘડતર માટે નવી દિશા આપી.
🔰 IT અને એપરલ ટ્રેડની પ્રત્યક્ષ મુલાકાત
🟤 સ્વાગત પ્રવચન બાદ સ્ટડી ટૂરનો મુખ્ય ભાગ એટલે કે ટ્રેડ વિઝિટ શરૂ થઈ.
🔷 IT વિભાગની મુલાકાત: સૌપ્રથમ IT વિભાગની મુલાકાત લેવામાં આવી. અહીં સંસ્થાના શ્રીમતી ધરાબેન શાહ અને શ્રી મયંકભાઈ ખાખી સાહેબે વિદ્યાર્થીનીઓને કમ્પ્યુટરના COPA (Computer Operator and Programming Assistant) કોર્ષ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. વિદ્યાર્થિનીઓને લેબમાં લઈ જઈને પ્રત્યક્ષ કોમ્પ્યુટર લેબની મુલાકાત પણ કરાવવામાં આવી હતી, જેથી તેઓ વ્યવહારુ જ્ઞાન મેળવી શકે.
🔶 SEWING TECHNOLOGY ટ્રેડની મુલાકાત: ત્યારબાદ SEWING TECHNOLOGY ટ્રેડની મુલાકાત લેવામાં આવી. આ ટ્રેડમાં તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ એપરલ્સ (વસ્ત્રો), નમૂનાઓ, થ્રેડિંગ, ભરતકામ, જનરલ્સ અને એમ્બ્રોઇડરી વગેરે જેવા મુદ્દાઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વોકેશનલ ટ્રેડને લગતું વ્યવહારિક નિદર્શન જોઈને વિદ્યાર્થિનીઓ ઘણી પ્રભાવિત થઈ હતી.
🔰 સમાપન અને સ્મૃતિઓ
🟤 મુલાકાતના અંતે, તમામ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફે ITIના આચાર્યશ્રી સાથે ગ્રુપ ફોટો પડાવી આ યાદગાર દિવસની સ્મૃતિઓ કાયમ માટે સંગ્રહી લીધી હતી. તમામ વિદ્યાર્થીનીઓએ હકારાત્મક અભિગમ સાથે સંસ્થામાંથી વિદાય લીધી, જે વોકેશનલ શિક્ષણ પ્રત્યેની તેમની વધેલી રુચિ દર્શાવે છે. આ સમગ્ર સ્ટડી ટૂરની યાદોને કેમેરામાં કંડારવાનું કાર્ય શાળાના ફોટોગ્રાફર શ્રી રાહુલભાઈ કણઝરીયાએ સફળતાપૂર્વક કર્યું હતું. અંતમાં, ધ્રાંગધ્રાના જાણીતા દાદા ભગવાન ત્રિમંદિર ખાતે ભોજન લઈ તમામ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ સભ્યો સફળતાપૂર્વક શાળાએ પરત ફર્યા હતા. આ સ્ટડી ટૂર વોકેશનલ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક પ્રવાસ જ નહીં, પણ કારકિર્દીના નવા દ્વાર ખોલનારી એક પ્રેરક ઘટના બની રહી.